*લાગણી ધબકે પિતા* કવિતા... ૨૩-૧૧-૨૦૧૯
લાગણી હૃદયમાં પિતા તમારી ધબકે છે,
અવિરત આશિર્વાદ સદાય સાથે રહે છે.
યાદ આવે તો અશ્રુ બની નયનથી વહે છે,
લાગણીઓ ખીલે અધર પર સ્મિત બને છે.
તમારા સ્નેહની સરવાણી જીવન બળ બને છે,
શિખામણ પિતા તમારી જીવન સરળ કરે છે.
હૃદયના ધબકારા સાથે પિતા તમારો પ્રેમ રહે છે,
અને એ ધબકાર તમારા રૂણનું સાક્ષી બને છે.
પિતાનું સાંત્વના અને સ્નેહ સંતાનો નું નશીબ છે,
આપી જાય જીવનમાં ખુશીની લહેર એ સુખ છે.
ભાવનાઓ પિતાની ઈશ્વર સાથે મળતી આવે છે,
અનંત આશાઓનો સમંદર બની આશાઓ પૂરે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ....