Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હું_માત્ર_પ્રેમ_નહીં_તારું_સન્માન_પણ_કરું_છું !!!

ઓય, સાંભળને...

હા, બોલ ને બકા..

કદાચ હું જાડી થઈ જાવ, કે મારા શરીર ઉપર કરચલી પડી જાય તો તને ગમશે ? તું મારો મઝાક તો નહીં બનાવે ને?

તને એવું લાગે છે હું આમ કરી શકું ? હા, પણ તારો આ પ્રશ્ન વ્યાજબી છે. કારણ કે આજ કાલ ઘણાં લોકોને જોઉં છું, જે થોડો સમય સંબંધમાં રહ્યા પછી એકબીજાની ખામીઓ શોધતા હોય છે, એકબીજાનો મઝાક બનાવતા હોય છે. "તું જાડી છું, તારા શરીર પર કરચલી પડી ગઈ, તારી હાઈટ ઓછી છે, તને આ નથી આવડતું, તું આમ નથી કરતી..."" વગેરે વગેરે..... આવા લોકો ઉપર મને ગુસ્સો આવે... કે જ્યારે તમે જોડાયા હોય ત્યારે આ બધી બાબતો નથી જોતા? પછી એકબીજાને સર્વસ્વ સોંપ્યા બાદ જાણે ખામીઓ ઉજાગર થતી હોય એમ લાગે... ને જો ખામીઓ જ શોધવી હતી તો એકબીજા સાથે જોડાયા જ શું કામ હતા? એકબીજાના શરીરની ભૂખ સંતોષવા? કે પછી એકબીજાનો ફાયદો ઉઠાવવા? આ પ્રેમ નહિ સ્વાર્થ છે અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં સંબંધ ક્યારેય ટકતો નથી. હું તો તને પ્રેમ કરું છું. અને એ પણ નિઃસ્વાર્થ. મેં તારી પાસે કોઈ અપેક્ષા ક્યારેય રાખી નથી અને ક્યારેય રાખીશ પણ નહીં.. મારા માટે તારું સન્માન પહેલા છે. હું તને ક્યારેય કોઈ બાબતે ટોકીશ નહિ અને રહી વાત પ્રેમની તો મેં તારા વ્યક્તિત્વથી પ્રેમ કર્યો છે. તારા શરીરથી નહિ.. મારા માટે તારૂ માન-સન્માન પહેલા છે. તારા ઉપર ઉઠેલી આંગળી એ મારા અસ્તિત્વ ઉપર ઉઠે છે અને મુખ્ય વાત એ છે કે હું તને સારી રીતે ઓળખું છું. તારા વ્યક્તિત્વથી પરિચિત છું. તે પણ મારાથી ક્યાં કઈ છુપાવ્યું છે આજસુધી? રોજ હું તને ઈશ્વર પહેલા યાદ કરું છું. મારા મનમંદિરમાં એક તારી મૂરત રહેલી છે. અને હું એને જ કેમ દુઃખી કરી શકું ????


સાચે જ પાગલ છે તું..I like u..☺️☺️

બસ તારા માટે જ પાગલ થવું ગમે છે,
ઈશ્વર પહેલા આ મસ્તક તુજને નમે છે !!!

#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111293635
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now