લખાવ
હું પણ જાણું છું, હું નથી તારો પાર્થ;
સ્તુતિ તારી લખવી છે, કૃપા કર, આપ મને સાથ
સુજતા નથી શબ્દ; ચાલતા નથી મારા હાથ ;
તું અને તું જ કરી શકે છે આં પરમાર્થ ;
કારણ, ક્યાંક ને ક્યાંક, બંધાઈ ગયો છે એક ગાંઠ.
દિલ થી લખવું છે, સુઝાડ શબ્દો અતિ સુંદર ;
સુરીલા તાન થી ગવાય કે તાર ઝણઝણી ઊઠે, દિલની અંદર.
આં નાનકડા હાથ ઓ બાબા મારા, માંગે છે તારો સાથ.
પ્રેમઅશ્રુ વહી, બની જાય મોતિધારા , હે જગન્નાથ!
સદા કાળ, આપજે મને, તારો પ્રેમાળ સાથ.
Armin Dutia Motashaw