એ મારા મૃત્યુ ની વેળા હશે ,
સ્નેહિ'ઓ ઘણા નિકટ હશે,,
ક્યાંક હૈયા, તો ક્યાંક આંખ છલોછલ હશે,
એ આવવા'નો સમય અંતિમ વાહિની'નો હશે,,
ક્યાંક ભુજાં ભંગાશે, તો ક્યાંક પેટ ટીપાણુ હશે,
અંતે માળો તો ચકલી નો વિખાણો હશે,,
વખાણ મારા ચોતરફ હશે,
એ સમય અગનીદાહ નો હશે,,
દુઃખ ઈ'વાતનુ છે, "દવે" કે દુઃખ બાર દિવસ'નુ હશે,
અંતે છબી પર હાર સુખળ નો સુગંધિત હશે,,
"હિરેન દવે"