Gujarati Quote in Poem by Bhavna Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આંસુ* કવિતા... ૨૨-૧૧-૨૦૧૯

લલાટે લખી લેખ સાથે અને આ ક્ષણ જિંદગી સાથે,
બધાંને એ લેખના સહભાગી બની જીવવું શરતો સાથે.

ક્યારેક જોવું પડે તો ખુશીઓની સામે જ જોવાનું,
આમ જ આંસુને છુપાવી ને જિંદગી જીવી જવાનું.

આમ તો સ્મિત ને આંસું બધાંના એક સરખા છે,
છતાંય આંસુ અને ખુશી માં ચેહરે ચેહરે ફરક છે.

કહો ક્યાં શોધવા વિધાતાને વિચારું એ જ વરસોથી,
આંસુ આપી શરત સાથે અને ખુશી પણ શરત સાથે.

દિલનાં અંદરથી આંસુ નિકળ્યા તો મન હલકું લાગે છે,
ભાવનાઓ થી હસતાં બધાં દુઃખો ભુલી જવાય છે.

હવે તો દર્દ પણ આંસુ સાથે વહી ને લેખ ભૂલાવે છે,
બધાંના જીવનમાં આંસુ ખુશી નું ચક્ર એમ જ ચાલે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...

Gujarati Poem by Bhavna Bhatt : 111293124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now