"જીવન શું શું છે ?
જીવન એક અસ્તિત્વ છે, તેને ઓળખો.
જીવન એક આનંદ છે, તેને માણો.
જીવન એક ઉત્સવ છે, તેને ઉજવો.
જીવન એક સમય છે, તેનું મૂલ્ય જાણો.
જીવન એક સંગીત છે, તેમાં સૂર પૂરો.
જીવન એક ગીત છે, ગાઓ.
જીવન એક તક છે, ઝડપી લો.
જીવન એક ધ્યેય છે, હાસિલ કરો.
જીવન એક કળા છે, જીવી બતાવો.
જીવન એક ઈતિહાસ છે, યાદ રાખો.
જીવન એક સત્ય છે, પરખો.
જીવન એક જંગ છે,જીતો.
જીવન એક વ્યંગ છે, સાર્થક કરો.
જીવન એક વિગ્યાન છે, સાબિત કરો.
જીવન એક ગ્યાન છે, સંપાદિત કરો.
જીવન એક ધ્યાન છે,કેન્દ્રિત કરો.
જીવન એક આગ છે, કૂદી પડો.
જીવન એક બાગ છે, સુવાસિત કરો.
જીવન એક ત્યાગ છે, ભોગવી જાણો.
જીવન એક ચિત્ર છે, રંગો ભરો.
જીવન એક મિત્ર છે, નિભાવો.
જીવન એક પ્રેમ છે,દિલથી ચાહો.
જીવન એક યુધ્ધ છે, લડો.
જીવન એક બુધ્ધ પણ છે, કદર કરો.
જીવન એક સાહસ છે, સિદ્ધ કરો.
જીવન એક દાન છે, ગ્રહણ કરો.
જીવન એક વરદાન છે, અમર કરો.
જીવન એક શિક્ષણ છે, મેળવો.
જીવન એક કેળવણી છે, કેળવો.
જીવન એક પ્રયોગ છે, અવલોકન કરો.
જીવન એક યોગ છે, કુશળતા પ્રાપ્ત કરો.
જીવન એક ફરજ છે, બજાવો.
જીવન એક કરજ છે, ઊતારો.
જીવન એક સમજ છે, સમજો.
જીવન એક ધર્મ છે, આચરો.
જીવન એક કર્મ છે, નિરંતર કરો.
જીવન એક મર્મ છે, પામો.
જીવન એક સમસ્યા છે, ઉકેલો.
જીવન એક બંધન છે, મુક્તિ પામો.
જીવન એક"ગીતા"છે "ગીતા"એક જીવન છે.
જીવન એક "કાળ"છે, નહીં કાલ નહીં આજ છે,
તે યુગો થી ત્યાં ને ત્યાં જ છે.
માણો તો મોજ છે,
જાણો તો બોધ છે....