Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશ્વાસ_છે_તારી_ઉપર ...!!!

ઓય. . આજે તો તમને મારા ઉપર ગુસ્સો આવતો હશે ને?


કેમ વળી ? તારી ઉપર ગુસ્સો મને શું કામ આવે?

સાચે નથી આવ્યો આજે ગુસ્સો મારા ઉપર ?

હા હવે.. સાચે બકા.. મને તારી ઉપર ગુસ્સો શું કામ આવે? કેમ આવું પૂછેછે ?

મને એમ હતું કે આજે ફેસબુકની મારી પોસ્ટ જોઈ તમે મારા ઉપર ગુસ્સો કરશો, નારાજ થશો...!!!

એમાં ગુસ્સો કરવા જેવું હતું શું તો હું ગુસ્સો કરું ?

ઘણાં બધાં Unknown લોકોએ મારી પોસ્ટમાં કોમેન્ટ કરી.. મેં પણ એમની સાથે હસી મઝાક કર્યા, કેટલાકે તો એવા રીપ્લાય આપ્યા જાણે એ મને પર્સનલી ઓળખતા હોય, એ મને પસંદ કરતાં હોય... માટે મને થયું કે તમને મારા ઉપર ગુસ્સો આવ્યો હશે...!!!

અરે ના બકા, ભલે મારા માટે એ બધા લોકો Unknown રહ્યા.. પણ હું તને તો ઓળખું છું ને ?? તારી ઉપર મને મારા કરતાં પણ વધારે વિશ્વાસ છે. અને આ વિશ્વાસનું કારણ પણ તું પોતે જ છું. એક સમયે તે જ મને કહ્યું હતું કે જ્યારે આપણાં બે માંથી કોઈને બીજી વ્યક્તિ ગમવા લાગે ત્યારે એકબીજાને જણાવી દેવું. પણ આજ સુધી એ સમય તો આવ્યો નથી અને આવશે પણ નહીં. અને હું તારી એટલો નજીક રહ્યો છું કે તારી રહેરગથી વાકેફ થઈ ગયો છું. જો તારે કોઈને તારા જીવનમાં સ્થાન આપવું હોત તો તું મને જ આપતી એનો મને વિશ્વાસ છે. આ બધા સાથે તો તું હમણાં થોડા મહિનાઓથી વાત કરે છે મેં તો તારી સાથે વાત કરવામાં અઢી વર્ષ જેટલો સમય વિતાવ્યો છે અને આ સમયમાં હું તને બરાબર ઓળખી ગયો છું. તું દુનિયાથી સાવ અલગ છે. તારું વ્યક્તિત્વ સાવ અલગ છે. તું એટલે મારા માટે વિશ્વાસનું બીજું નામ. જો કોઈ મને પ્રેમનું બીજું નામ કહેવાનું કહે તો હું જવાબમાં "પ્રેમનું બીજું નામ કેપ્ટન" જ કહું. તું ગમે તેની પોસ્ટ ઉપર કોમેન્ટ કરીશ કે તારી પોસ્ટમાં કોઈ કંઈપણ કોમેન્ટ કરશે મને તારા ઉપર ગુસ્સો, શક કે નારાજગી ક્યારેય નહીં હોય...!!

પાગલ સાવ...!!

બસ તારા માટે જ...!!!!

#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111292864
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now