#તારી_ચિંતા_થાય_છે ...!!!
ગુડ મોર્નિંગ
વેરી ગુડ મોર્નિંગ
કેમ જલ્દી ઉઠી ગયા!!!
સવારમાં તારું સપનું આવ્યું, પછી આંખ ખુલી ગઈ..
ઓહઃ... મારા સપના તો તમને હવે રોજ આવે છે નહીં?
હા.. તું સાથે નથી પણ સપનામાં તો છે..!!!
હું થોડીવારમાં કોલ કરું....
?.....?..........?............?...........?
જ્યારથી તારી સાથે કોલમાં વાત થાય છે ત્યારથી જ મને તારી સાથે વાત કરવાનું ખૂબ જ ગમે છે. ના સમયની ચિંતા હોય છે ના કામની.. સતત તારી સાથે વાત કર્યા કરવાનું મન થાય છે. પરંતુ હવે પહેલાની જેમ વાત ક્યાં થાય છે ? પહેલા તો એક બે કલાક તો કોલમાં જ નીકળી જતાં....સમય ક્યાં જતો એની પણ ખબર ના રહેતી...રોજ સવારે ઉઠીને ફટાફટ તૈયાર થઈ કોઈ એવી જગ્યાએ બેસી જતો કે જ્યાં કોઈ મને ડિસ્ટર્બ ના કરે... પણ હવે તો દિવસોના દિવસો સુધી તારા એક કોલની રાહ જોવામાં નીકળી જાય છે. વાતો તો નથી ખૂટી પણ કંઈક એવું ખૂટી ગયું છે જેની ખોટ આજે પણ મારા દિલમાં વર્તાય છે. હું એમ નથી કહેતો કે તું બદલાઈ ગઈ છે. જાણું છું કે તું પણ કામમાં વ્યસ્ત હોય છે. હવે પહેલાની જેમ સમય નથી આપી શકતી.. પરંતુ આમ સાવ મને એકલો ના મૂકી દે .. તડપી રહું છું તારી સાથે વાત કરવા માટે... ચિંતા પણ થાય છે મને તારી... પહેલા તો તારી દરેક વાત મને ખબર હતી. તું ક્યાં જાય છે? શું કરે છે? શું જમવાનું બનાવ્યું અને શું જમી? એ સૌ વાતો મારા કાનથી હૃદય સુધી પહોંચતી હતી. પણ આજે મારા હૃદયમાં સાવ સુનકાર વ્યાપી ગયો છે. અંદરની અંદર એકલો પડી ગયો છું........!!!
...............Day 2............................
આજે સવારે એલાર્મ મૂકીને સુઈ ગયો હતો કે આજે તું સવારે મને કોલ કરીશ. એમ તો તું મને આટલો વહેલો સવારે જગાડવા માટે ફોન નહિ કરે એટલે મેં જ નક્કી કર્યું છે કે તારી સાથે વાત કરવા એલાર્મ મૂકીને સુઈ જવાનું. પણ તે તો રાતનો પણ મેસેજ રીડ નહોતો કર્યો અને એમાં પણ ઓફલાઇન.. એટલે તારી વધુ ચિંતા આજે થતી હતી. ખાસ તારી તબિયતની. કારણ કે તને સાચવવા વાળું કોઈ નથી અને તું તારું ધ્યાન પણ નથી રાખતી. પ્લીઝ કેપ્ટન...મારા વિશે કઈપણ જો થયું હોય તો મને માફ કરજે.. ભલે પહેલાની જેમ સતત વાતો ના કરી શકે પરંતુ દિવસનો થોડો સમય તો મને આપજે... કારણ કે મને તારી ચિંતા થાય છે... તું મારા જીવવાનું કારણ છે.. મારા દરેક શ્વાસમાં તારો વાસ છે. જો તું નહિ હોઉં તો આ શરીર પણ સાવ નિર્જીવ બની જશે....!!!!!
#કેપ્ટન @શ્યામ