#બેદાગ_છે_તું ...!!!
સોરી.. મને ખબર છે કે તને લાંબા મેસેજ વાંચવા નથી ગમતા છતાં આજે એક લાંબો મેસેજ ભૂલથી પણ ભૂલ કરીને તને મોકલી રહ્યો છું..
છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી તારા જ વિચાર આવે છે.. તારી જાણ બહાર પણ કઈ ખોટું કરવાનું નથી વિચારતો, તારી જાણ બહાર પણ તને છેતરવા તો નથી જ માંગતો. ભલે કોઈ નહિ જુએ પરંતુ ઈશ્વર તો જુએ જ છે અને જો ઈશ્વર પણ ના જોતો હોત તો આજે આ ક્ષણે આપણે વાત પણ ના કરતા હોત.. કારણ કે આપણી વચ્ચે એવું ઘણીવાર બની ગયું છે જેનાથી સંબંધ તૂટવા સુધી પણ આવી ગયો હોય તે છતાં ક્યાંક ને ક્યાંક ઈશ્વરે આપણી આ દોર તૂટવા નથી દીધી....તારામાં પણ કોઈ સ્વાર્થ નથી, હા તારામાં ગુસ્સો થોડો વધારે છે જેનો મને આજે પણ ડર લાગે છે અને ડર મને એ વાતનો જ સતાવે છે કે ક્યાંક તારી સાથે સાવ વાત બંધ તો નહીં થઈ જાય ને ! અને એવું હું ક્યારેય ઇચ્છતો નથી.. મારા માટે તારા વ્યક્તિત્વથી મોટું બીજું કંઈ નથી. તારા વ્યક્તિત્વને જ મેં ચાહ્યું છે. તારા વ્યક્તિત્વને જ મેં પ્રેમ કર્યો છે. આજે દુનિયા સાથે તને સરખાવું તો તારું જ પલ્લું ભારે નીકળે.આ દુનિયામાં તારા જેવું કોઈ બીજું મળવું મુશ્કેલ જ નહીં અશક્ય છે. હું છાતી ઠોકીને કહી શકું છું કે તારા જેવું દુનિયામાં બીજું કોઈ નહિ હોય.
તું "બેદાગ" છે.
પવિત્ર છે.
મને તારા ઉપર ગર્વ છે.
The Grate captain ?
#કેપ્ટન @શ્યામ