" મારી ગુજરાત"
દુનિયા માં પ્રથમ પંક્તિમાં પંડિત છે ગુજરાત,
"ગીતા"ની કવિતા માં અંકિત છે ગુજરાત,
મારી ગુજરાત ગરવી ગરવી રે,
તેથી ગરવા ગુજરાત ના નર નારી રે....
રંગીલા, મોજીલા, મનચલા મોરલા ની,
મહેકતી, ટહેકતી, કૂદતી, ખેલતી,
ખમીરવંતી છે ગુજરાત.
મસ્તી ભર ઘૂમતા, આનંદે ઝૂમતા ,
મેળાઓની મજા મનભરીને માણતાં,
રંગો ના ફુવારે હોળી ખેલતાં ,
પતંગ ની મોજ આકાશે લૂટતા,
ખેલદિલ લોકોની છે ગુજરાત.
પ્રકાશ પર્વ ની આવે જો દિવાળી,
ગુજરાતી પ્રજા બને દીવાની દીવાની,
નવરાત્રી ખેલે સંગ દાન્ડિયા ભવાની ,
ધૂમ મચે રાસ-ગરબા જૂના નવાની,
ઉત્સવ પ્રિય અને અનોખી છે ગુજરાત.
ખાણીપીણીમાં ખૂબ પાન સોપારી ને,
મોજ શોખમા છે ન્યારી ન્યારી રે,
શાદી બ્યાહમા મનભરીને મહાલેને,
ધર્મ ના નામે મૂકે ખુલ્લી તિજોરી ગુજરાત.
વેપાર વાણીજયમા કુબેર છે ગુજરાત,
મધુર વાણી ને ભોળી છે ગુજરાત,
શાંતિ પ્રિય અને પ્રેમાળ છે ગુજરાત,
ન્યાય પ્રિય અને શાણી છે ગુજરાત,
દુનિયામાં સઘળી ફેલાણી છે ગુજરાત.
ગાન્ધી અને નરસિંહ ની ગુજરાત,
નર્મદ ને સિદ્ધરાજ જયસિંહ ની ગુજરાત,
ગઢ ગિરનાર ના સિંહ ની ગુજરાત,
વીર બહાદુર સપૂતોની ગુજરાત.
અતિથિ ને દેવ ગણી પૂજે છે ગુજરાત,
લોકોમાં સ્નેહ તણો દરિયો છે ગુજરાત,
દ્વારકા,સોમનાથ ને સુદામાપુરી છે ગુજરાત,
હીરે જડેલી ને સોને મઢેલી છે ગુજરાત,
"ગીતા"ની સ્વર્ગથી પણ મહામૂલી છે ગુજરાત....