કેસૂડાના રંગ ભરી
સપનાનો સંગ કરી આવ્યો પવન
સાંવરિયો નેહ ભરી
ઘરનું સરનામું લખી લાવ્યો પવન
હૈયામાં ગીત ભરી
કોકિલ કંઠ બની આવ્યો પવન
સોનેરી રંગ ભરી
સાંવરનું નામ લખી લાવ્યો પવન
મખમલિયા સપના
મનગમતા ઠામે દોરી લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં
રેશમિયું અજવાળું લઇ આવ્યો પવન
– અમિત ત્રિવેદી