*જાદુ...*
હૃદયસ્પર્શિ વાર્તા ?
લોકોનું ટોળું જામેલું હતું. એક લઘરવઘર જેવા કપડા પહેરેલો માણસ પોતાને જાદુગર કહેતો હતો અને એના મેલાઘેલા કોથળામાંથી કાંઈક ને કાંઈક કાઢીને લોકોને બતાવતો. ઘર પરિવારની, દુનિયા જહાનની પરેશાની એકબાજુ મુકીને લોકો એ જાદુનો આનંદ માણી રહ્યાં હતાં.
હવે, એ જાદુગરે રમત બદલી. એ ત્યાં ઉભેલા લોકોને કહેતો "તમે કહો એ આ કોથળામાંથી કાઢી બતાવું" એક પછી એક ફરમાઈશ આવતી ગઈ ને લોકો ને મજા આવતી ગઈ.
એક નાનકડો છોકરો ક્યારનો આ બધું જોઈ રહ્યો હતો. જાદુગર એની પાસે આવ્યો અને બોલ્યો "બોલ બચ્ચા, તારે કાંઈ કહેવું છે? આ કોથળામાંથી તું કહે એ કાઢી બતાવું" એ છોકરો ક્યાંય સુધી એ જાદુગરને અને આજુબાજુમાં ઉભેલા લોકોને જોઈ રહ્યો. પછી ઘણાં સંકોચ સાથે ધીમેથી બોલ્યો. "એકાદ રોટલી કાઢી દ્યો, ત્યાં પથરા ઉપર હમણાં કોઈ શાક નાખી ગયું છે...
*?દક્ષા દવે 'રંજન'*
અમદાવાદ