Gujarati Quote in Microfiction by Jay Gohil

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વચન..!!

મારી આજુબાજુ એકદમ શાંતિ હતી પણ મારું મન આજે અશાંત હતું...ઘણાંબધા વિચારો મારા મગજને કીડીઓની જેમ ખાઈ રહ્યા હતા.. સ્થિર બાંકડા પર બેઠા બેઠા મારા પગ સતત ધ્રુજતા હતા...આજે સામે રહેલું આર્ટીફીસીઅલ લેક મને અજાણ્યું લાગતું હતું...તારી સાથે આવતો ત્યારે જેટલું ગમતું એનાથી વધુ નફરત આજે હું આ લેકને કરું છું... તારી સાથે આવતો ત્યારે મને એ ચેન આપતું આજે એ સાલું ઊંધું ઉતરી આવ્યું છે...મને બેચેની આપે છે..જે પવન મને ગમતો એ સાલો આજે મને જ દઝાડે છે.... તેનું એ સ્થિર પાણી મને ગમતું, જેમાં પડતા પ્રકાશથી બનતા પડછાયામાં આપણે રમતા..સાલું એ પાણી આજે સ્થિર છે અને મારી આંખોનું પાણી ગતિશીલ...ખબર હતી મને...તું સાથે નહિ હોય ત્યારે આ પવન, પાણી અને પેલું સાલું હરામી લેક બધું ઊંધું ઉતરી આવશે અને ઉતર્યું..!!

“મેં કીધું ને મારે તારી સાથે વાત કરવી છે..એટલે કરવાની”

“મેં કીધુને મને આટલા વાગે સવારે અને રાત્રે તારે મેસેજ કરવાનો એટલે કરવાનો”

“મેં કીધુંને તને તારે મારા માટે આ બર્થડે પર આ મારી ફેવરીટ, મારા પર લખાયેલી પોએટ્રી તારે બધાને સંભળાવાની એટલે સંભળાવાની”

“મેં કીધુંને તને, તારે નૈકીની પાર્ટીમાં તારે મારી સાથે આવવાનું અને મારી સાથે કપલ ડાન્સ કરવાનો એટલે કરવાનો”

“મેં કિધુને તને તારે આ દિવસે આ કપડાં પહેરવાના એટલે પહેરવાના...જેમાં તું હેન્ડસમ લાગે”


આ બધા જ આ લેકની સાક્ષી એ કહેલા વાક્યો મને વારંવાર યાદ આવવા લાગ્યા...સાલું લોકો અગ્નિની સાક્ષીએ વચનો પાળે અને હું આ ઠંડા બોર જેવા લેકની સાક્ષીએ પાળતો..પાળતો નહિ તું જ પળાવતી હતી...!

એક છેલ્લું વચન પણ પાળી લઈશ તારૂ....હિંમ્મત છે મારામાં. હજી તારાં દરેક વચનો પાળવાની...
“મેં કીધુંને હું તને પ્રેમ નથી કરતી અને તું મને ભૂલીને આગળ વધી જા” હવે એવુય કરવું પડશે જ ને ? એ પ્રશ્ન આજે એ લેકને પૂછી રહ્યો છું..!

કેટલી અજીબ એવી એ મારી સાથે વાત કરે છે,
પ્રેમ નથી કરતી,પણ હક્ક મારા પર અપાર કરે છે.

Gujarati Microfiction by Jay Gohil : 111291284
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now