ક્યારેક નિકળે તો દોસ્ત ,
હોંકારો તો કરજે !!!
મને ય તારી રાહ છે !!!
તારો ચહેરો
તારો અવાજ હજુ પણ યાદ છે
કદાચ , ઉમરની ચાડી હશે
કે હશે સમયની બલિહારી
પણ , એ મસ્તી અને મજા
આજે પણ યાદ છે
નજરની ઓછપ
તને પણ હશે
અને
હશે મને પણ ...
ક્યારેક નિકળે તો દોસ્ત ,
હોંકારો તો કરજે
મને ય તારી રાહ છે