એવા કયા મહત્વના પાંચ મુદ્દાઓ છે જેના પર આપણા દેશે કામ કરવુ જોઈએ ? (પ્રતિલિપી મા પુછાયેલો સવાલ)
As Usual Confusing Question.
સવાલમા પુછાયુ છે "આપણા દેશે" જ્યાં "આપણી સરકારે" હોવુ જોઇતુ હતુ. જેની પાસે સત્તા છે એમને કઇજ કરવુ નથી અને જેને બદલાવ લાવવા છે એમની પાસે સત્તા નથી. બદલાવ લાવનાર મા કોઇ બેરોજગારી થી પિડીત છે તો કોઇ અનામત થી.
Anyway....
બદલાવ સીધા સંવિધાન મા આવવા જોઇએ. કાનુન, સરકાર કે ઇમાનદારી ને માળિયે મુકી દેનાર ની ઊંઘ તો જ ઉડશે.
૧. દેશ ને મળેલો સૌથી મોટો શ્રાપ છે ગરીબી. આ એક એવો રોગ છે જે દેશ ના મુળ સુધી પોંહચી ગયો છે. જે પેટ ભરી ને બેઠા છે એ લોકો પાસે થી જ પાછા લઇએ પણ આડકતરી રીતે. પોતાની લગાવેલી મુડી ઉપરાંત ૨૫% નફા થી વધુ આવક જે કોઇ કરે એને ૧ ગરીબ કુટુંબ ની જવાબદારી લેવી પડશે ભલે એ કોઇ મોટી કંપની હોય કે ફિલ્મ, નેતા હોય કે સજ્જન.
૨. ભ્રષ્ટાચાર માટે તો સિલેક્શન સમિતિ કડક હોવી જોઇએ કે નોકરી મા રખાતા લોકો ની નિમણૂક એ રીતે થાય કે મહેનત વગર નો રુપિયો લેતા ખચકાય. ભલે તે પછી સરકારી નોકરી હોય કે ખાનગી.
૩. ભણતર નો ભાર ભલે લાગતો હોય પણ એ કેટલો આવશ્યક છે એની સમજ તો અહીં વાંચનાર બધા ને હશે જ. સરકાર ભલે ગેમતે કરે પણ ગરીબી નો ગ્રાફ નીચે નહી જાય ત્યા સુધી ભણતર નો ગ્રાફ ઉપર નહી જ આવે.
૪. નાનપણ મા જય જવાન જય કિસાન ના ભુલાયેલા સ્લોગન ને ફરીથી વધારે રટવુ જોઇએ. એક જમાડે છે તો એક શાંતી ની ઊંઘ આપે છે. આપણ ને આવતા એક મિઠા ઓડકાર પાછળ એક કિશાન છ મહિના મહેનત કરતો હોય છે તો રોજ આવતી શાંતી ની ઊંઘ પાછળ એક જવાન પુરી જિંદગી લગાવી દેતો હોય છે. એ લોકો ના કુટુંબ માટે અલગ થી યોજનાઓ બનાવવી જોઈએ.
૫. સ્ત્રી પર થતા અત્યાચાર મા કહુ તો અહિં શ્રધ્ધા અને સંસ્કાર ની ઉંણપ ને મોટુ કારણ આપી શકાય. સવાર ઉઠી ને જે દેવી ના દર્શન કરતા હોઇએ તેજ દેવી ના સ્વરુપ ને અપમાનિત કેમ કરાય એની સ્વસમજ આવશ્કય છે. જો ચોરી કરીશ, જુઠ્ઠુ બોલીશ કે કઇ ખોટુ કરીશ તો પપ્પા મારશે એ બીક જે હજુ પણ આપણા મન માં ઘર કરી ગઇ છે ને બસ એવી જ એક બીક નાનપણ થી આપવી આવશ્યક છે કે કોઇ ની પણ બેન-દિકરી સાથે ખોટુ કર્યું તો તારુ આવી બન્યુ સમજ જે.
(આ ૫ાંચ મુદ્દાઓ ના ગ્રાફ માં જો ૨૦% પણ સુધારો થાય તો સમજવુ કે પાંચ વર્ષ પથારીવશ રહેલ માણસ હવે થોડો ચાલતો થયો.)