મને મળી ગયું મારું તમામ તમારા નગરમાં.
ના રહેતી હૈયે કશીએ હામ તમારા નગરમાં.
સ્વર્ગ સમી એ ભૂમિ મનને લોભાવનારી હો,
જ્યાંથી મળ્યાં તમે સુખધામ તમારા નગરમાં.
મળે મીઠો મધુરો આવકાર પગલાં મૂકતાંને ,
નિસર્ગની હાજરીને પ્રણામ તમારા નગરમાં.
બાગ બગીચા વાડીવૈભવ મનભરીને માણો,
પાલતૂ પશુપંખીઓના મુકામ તમારા નગરમાં.
સ્નેહ, સંપ, સહકાર પરસ્પર નગરજનોમાં,
પાંચમાં પૂછાય એવું છે નામ તમારા નગરમાં.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.