નસીબ
નાનકડું પાંદડું ખર્યું અને વૃક્ષ પરથી એ થયું જુદું
એના કુટુંબ થી દુર, ઊડયું થઈ દિશા વિહોણું,
ગભરાયું બિચારું, કોઈ હતું નહિ એની આજુ બાજુ.
દિલમાં હતો ડર, ઠંડી હવામાં ધ્રુજતુ હતું વિચારું
વિચારતું હતું, લઈ જશે ક્યાં મને હવે નસીબ મારું
મારાં કુટુંબથી છું હું દૂર, એકલું થઈ, છું હું બહુ મજબૂર
બધાં સાથે કેવા હલી મળી ને હતાં રેહતા, કિસ્મતને ન જાણે શું છે મંજુર !!!
નસીબ મારું મને લઈ ચાલ્યું ક્યાં, મારા વહાલાઓ થી દુર.
Armin Dutia Motashaw