ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે હું થાકી ગયો છું. થાક શારિરીક હોય શકે, માનસિક હોય શકે, કોઈને સમજાવતાં સમજાવતાં કે કોઈની જીદ સામે નમતાં નમતાં કે સંબધ સાચવતાં સાચવતાં કે એને મનાવતાં મનાવતાં આપણી સુઝની ધાર ઓછી થતી લાગે. પરંતુ ખરેખર એને પ્રાધાન્ય નહિ આપીએ અને સહજ સત્યની સમજ આપીને છોડી દઈએ તો તમે ક્યારેય નહિ કહો કે થાકી ગયાં. ખોટી શક્તિ ના વેઢફતાં, સહજ છોડી દો. અજમાવી જુઓ.