જીંદગી મેરે ઘર આના.....
ઘર રૅનોવેટે કરાવ્યું, નવા કબાટો, નવો કલર, નવા સોફા, ટાઈલ્સો પાછુ વળી ને જોયુ નથી તેમને રૂપિયા ખરચવા માં અને બાળકો એ કચાસ રાખી નથી એકદમ લેટેસ્ટ વસ્તુઓ થી ઘર સજાવ્યું છે.
હવે વારો છે મારો ફરમાન નીકળી ગયુ
"મમ્મી કિચૅન ની કાયાપલટ થઈ ગઈ છે
તેમાં હવે તારા ઘોંઘાટિયા વાસણ નહિ ચાલે
હવે વસાવવી પડશે નવી ક્રોકરી તો પ્લીઝ
મન મોટુ કરી આ ભંગાર કાઢી નાખજે, લઈ વાસણ ના થેલા બેઠી ભંગાર કાઢવા પણ દરેક ભંગાર સાથે છે યાદો જોડાયેલી, આ તો મમ્મી એ આપેલું આણા માં, આતો ફોઈ એ આપ્યુ હતું, આ મામી એ આપ્યુ હતું, આ ગરબા ની લ્હાણી માં અને આ તો રસોઈ ની મહારાણી સ્પર્ધા જીતી હતી ત્યારે મળ્યું હતું, અને આ દરેક સાથે કોઈ ને કોઈ સ્મૃતિ જોડાયેલી છે, દરેક પર નામ છે માં, માસી, મામી, આમા શુ રાખવું, શું કાઢવું, કેમ કરી મન મનાવવું ભંગાર કાઢવા,
પણ વહેણ સાથે વહેવું એ જિંદગી છે અને મારે વહેવું છે સમય સાથે , માટે સહકાર તો આપવોજ પડશે, મૂકી કોરણે
લાગણી ઓ ને ! ભર્યા વાસણો ભંગાર માં આપવા, જવાથી વાસણો થયો ખાલીપો
રસોડા માં અને મારા હૃદય માં પણ ન ભરાય તેવો !
પણ, નવી ગોઠવણ જોઈ હરખાતા
બાળકો જોઈ મન વાળી લીધુ , ખંખેરી એ ખાલીપા ને જંપલાવ્યું મન ઘર ની ગોઠવણ માં કારણ જિંદગી એ ગતિ છે......
જીંદગી મેરે ઘર આના....