સંતાકૂકડી રમતું સુખ
દાવ હું આપું, સંતાઈ જાય સુખ
આંખો ખોલી , આમ-તેમ નજર દોડાવું
ક્યાંય ના દેખાય સુખ
હાંફળો-ફાંફળો , ખૂણે-ખૂણે શોધું
અણસાર ના આપે સુખ
થાકી-હારી, છોડ્યો મેં દાવ,
બૂમો ક્યાંકથી પાડતું આવ્યું સુખ
દોડતું-દોડતું , હસતું-હસતું , બોલ્યું સુખ..
થપ્પો .. થપ્પો .. થપ્પો..
#ટ્વિટર
#અજ્ઞાત