ક્ષિતિજે પીગળતી સાંજ અતુલ્ય છે,
ખીલતી સંધ્યાને આંજવી અમુલ્ય છે...
કરીએ ગમતાનો ગુલાલ, આ પળ થી,
આભલેે રંગના ચિતરામણ સુરીલ્ય છે...
ક્યાં ખબર છે, લસરી જાય એક ઘડીમાં,
પાંપણ પર અટકેલા બુંદનુ બહુમુલ્ય છે...
વરસોની આદત છે, એમ નથી છુટવાની,
સંધ્યા અને ઝરૂખાનો મેળ તો સાફલ્ય છે...
નીત અનુસંધાન કરતા, વરસો વિતી ગયા,
ક્ષિતિજે હસ્તમેળાપના મુહઁત માંગલ્ય છે...