હદય ને તારા સ્પર્શી જાવ એવી યાચના કરું...
હે, દીનદયાળ જગ થી શાંતિ આપતું શરણું છે તું...
દિન હું ને હિન છું પણ હદય થી અમીર છું હું...
તારા શરણે આવી હું ખુશ છું....
માંગણ નથી હું બસ તું વગર માંગ્યે આપીશ સદભાગી હું...
કમનસીબ નથી હું આંખો બંધ કરી હું અંતર થી જોવ છું..
કૃપાળુ તું, પણ હું તારો બસ દાસ છું...
તારા આંગણે આવેલ હું ગરીબડો છું...
જગના નાથ હદય ઠાલવી દીધું છે....
એક બે ત્રણ ચાર એમ બાળ બની બોલી ગયો હું...
તારી દ્રષ્ટિ થી નિહાળવા હું સામે ઉભો છું...
તારે શરણે આવેલ સહુ દુઃખી સુખી એ જ જોવ છું...
રખેવાળ છે અનુભવ્યું મેં તારો ન્યાય બસ જોયો મેં...
દરેક પ્રત્યે સમદ્રષ્ટિ રાખનાર તું એક પ્રેમાળ મિત્ર સમોં છે...