સતત વિચારોમાં ખોવાઈ જવાની આદત પડી ગઈ છે મને...
તે બોલેલા શબ્દોમાં ખોવાઈ જવાની આદત પડી ગઈ છે મને..
બોલેછે નયનો તારા પણ તું નથી બોલતી એ જોવાની આદત પડી ગઈ છે મને.
લાગણી છે કે પ્રેમ તે હું નથી જાણતો પણ સતત તારામાં જ ખોવાઈ જવાની આદત પડી ગઈ છે મને....
મળી શકાય તો સ્વપ્નમાં મળજે, રાહ જોઇશ આગમન સુધી, તારા જ સવાલ સતત સાંભળું એવી આદત પડી ગઈ છે મને...
તારી નિખાલસતા ને નિહાળવાની આદત પડી ગઈ છે મને...
સતત તારી જ ઝંખના ઊંઘવા પણ નથી દેતી, જાગરણ કરવાની આદત પડી ગઈ છે મને...
તું સતત રિસાઈને બેસી જાય પણ તને મનાવવા માટેની પહેલ કર્યા કરું એવી આદત પડી ગઈ છે મને....
તું ન બોલી શકે પણ શું કહેવા માંગે છે તે સમજવાની આદત પડી ગઈ છે મને...
ભલે કોઈકવાર મગજનો અઠઠો કરી દેતી તું પણ તારી જીદ આગળ ઝૂકવાની આદત પડી ગઈ છે...
તારી આંખોના રસ્તામાંથી દિલમાં ઊતરવાની આદત પડી ગઈ છે...
બધું જ જાણું છું તારા વિશે વિગતે તો પણ માફ કરવાની આદત પડી ગઈ છે.
સતત જીતી શકું છું છતાં તારી આગળ હારવાની હવે આદત પડી ગઈ છે.