Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહર્નિશ રહે મને હરિ સ્મરણ તારું.
તારા પ્રતાપે ટળે હરિ વિસ્મરણ તારું.

જગજંજાળે ન થાય રતિ મારી કદી,
ન નડે પ્રભુ માયાનું વળી આવરણ તારું.

ઉરધબકારે રહું રટતો હરિ નામ સદા,
મુજ દેહે રહેતું હરિ આભરણ તારું.

સર્વ સમસ્યાનો ઉકેલ મારે હાથવેંતમાં,
કર ગ્રહ્યું નામ સ્મરણ ઉપકરણ તારું.

છે મારે સાધન સિધ્ધિને તું સર્વેશ્વર,
કરું પ્રતિક્ષા કે ક્યારે અવતરણ તારું. ?

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111286720
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now