મુકને આ intagram ની માયાજાળ,
ચાલ ને રિયલ લાઈફ માણીયે,
મુકને આ Facebook ની લાઈક ને પોસ્ટ,
ચાલ ને ખુલ્લા વાતાવરણ ને માણીયે,
મુકને આ whatsapp ની ગપ્પાં બાઝી,
ચાલ ને સામે જ સામે બોલીએ,
મુકને swiggi ના પાઉં ને કેચ્પ,
ચાલ ને ચૂલા નું પકવાન ખાઈએ,
મુકને Google Due નો વીડિયો કોલ,
ચાલ ને સામે મળીને એકબીજાને ભેટીએ,
મુકને Tiktok ના વીડિઓની પ્રોસેસ,
ચાલ ને વરસાદ માં મન મુકીને નાચિએ,
મુકને xender ની હેરાફેરી,
ચાલ ને એકબીજાની ખોવાયલી ખુશી ગોતીયે.