*આમ વહેતી નદી* કવિતા.. ૯-૧૧-૨૦૧૯
લહેર લહેર છલોછલ,
ભરપુર વહેતી નદીમાં.
ને
અઢળક વેગે,
તોયે
પ્યાસ અનેરી સાગરમાં ભળવાની.
રોજે રોજ
ઉભરાય
ને
વેગે વહેતી નદી,
મીઠાં જળ આપતી.
આ ઈશ્વર પણ
મૂંઝાય
ને વિચારે.
આ નદી ને
આ સાગરનું
આટલું કેમ ઘેલું..
આ ભીડ વચ્ચે
એકલી
ખાલી સાગરમાં
ભળવા સતત દોડે...
ભાવના ભટ્ટ અમદાવાદ...