હું દર્દથી લખું છું જિંદગીના કિસ્સા,
પણ;
તું દર્દ બધું એમાંથી ઉપાડી લઇશ ને?
હવાના અંદાજથી બહું દુઃખી છું હું,
પણ;
આ ઝળતાં દીવા આંધીથી બચાવી લઇશ ને?
બેખબર છે ચાંદ સમાચાર લેતો નથી,
પણ;
તું તારાઓથી દિલને તારા મનાવી લઇશ ને?
માલૂમ છે મને ભૂલાવી નહિં શકે તું,
પણ;
અંતર છે આપણી વચ્ચે એ ટૂંકાવી લઇશ ને?
ચાલું છું અત્યારે તો સાવ એકલો રસ્તે,
પણ;
એકલતામાં મારી, મારો હાથ પકડી લઇશ ને?
આવે જો મારી શાયરી તારા આંગણે,
તું;
પોતાની પાંપણો પર એને ઉપાડી લઇશ ને..??
- પંકજ ગોસ્વામી