Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહિત્યને હું ડાઈનિંગ ટેબલની ઉપમાં આપું છું કેમ કે બધા તેના પર બેસીને એક જ સાથે ભોજન લઈ શકે છે, સ્વાદ પણ ચાખી શકે છે, માણી શકે છે. ન ફાવે તો નીચેથી લાત પણ મારી શકે છે.

આજે કવિશ્રીઓ અને લેખકો પણ એજ કામ કરી રહયા છે ભલેને એક સાથે બધા સાહિત્ય સ્વરૂપે ભેગા હોવાનો ડોહોળ કરતાં હોય પણ કામ તો ડાઇનિંગ ટેબલની નીચેવાળું જ કરતાં હોય છે. સાહિત્ય સભામાં દેખાય ભલેને બધા જ એક સાથે પણ દરેકને પોતાના સાહિત્યને ઉચ્ચ અને શ્રેષ્ઠ સાબિત કરવું હોય છે...

સાહિત્યમાં બે પાસાંઓ વધુ સક્રીય રીતે કામ કરી શકે છે. ૧.અપેક્ષિત ૨. ઉપસ્થિત...

ઉપસ્થિત લોકો કૃતિનું સર્જન પોતે જ કરતાં હોય છે જ્યારે અપેક્ષિત લોકો હોય તે બીજાની કૃતિ કે લેખ પોતાના નામે ચઢાવી, કૉપી-પેસ્ટ કરીને સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરતાં હોય છે..

કહેવાનો આશય એજ છે કે જે કંઈ પણ હોય સાહિત્ય જીવંત રહેવું જોઈએ, તે લુપ્ત ન થવું જોઈએ. માતૃભાષા અને માતૃ ભારતીનો આદર હોવો જોઈએ.....

#સાહિત્ય

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111283728
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now