ક્યારેક વિચાર થાય કે....
જ્યારે કોઈ કવિતા રચાણી હશે....
ત્યારે ક્યાં છદ ને અલંકાર માં બંધાઇ હશે..
કે પછી આમજ અમસ્તા કોઈ દિલ ના કિનારે થઈ
કાગળ પર સહસા પાઠરાઇ હશે...
વહી નીકળ્યા હશે ભાવ સારા કે પછી યાતના ભર્યા...
એક એક અક્ષરે....લિપેલાં કાગળ પર રચાઈ હશે....
કલમ ઉપાડી ને કવિતા જાણે કેટલું કહી ગઈ હશે...
સમજવા મથતી કોઈ પણ છાબ જાણે ટીપે ટીપે ભરાણી હશે..
જોને આ કવિતા કેમ રચણિ હશે..
-ગીતા એમ ખૂંટી