મારી હરેક ખુશીઓનું કારણ છે તું !
હજારો નિરાશામાં એક આશ છે તું.
નથી નિસ્બત મને જરાય દુનિયાથી,
મન મારે હવે તો મારું સર્વસ્વ છે તું !
મળે છે મોક્ષ કેટલાય સત્કર્મો પછી,
હશે મારાય, જોને મળી ગયો છે તું !
સપના સેવ્યા જે, સઘળાં તૂટી ગયા,
ના તૂટે કદી બસ એવી હકીકત છે તું.
હારી જાઉં ખુદથી "ધારા" આમ ક્યારેક હું !
નવી જોમ ભરી જીવવાની હામ છે તું..