શબ્દોનો સંસાર છે દીપક.
ગમતીલો વિચાર છે દીપક.
ચહેરે હાસ્ય છોને દેખાતું,
ભીતર અશ્રુધાર છે દીપક.
નાના મોટાં માપ તો ખોટાં,
જીત્યા પછી હાર છે દીપક.
હૈયાહોળી અંદર સળગે,
આમદિન તહેવાર છે દીપક.
ઉજળું એટલું દૂધ ન હોય,
નમતાંનો સ્વીકાર છે દીપક.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર