સાચું બોલનાર તો સદા સહેવાનો એવો છે જમાનો આજે.
એને કોણ પછી સહકાર દેવાનો? એવો છે જમાનો આજે.
પ્રમાણિકતાના પથ પર ચાલવું છે એ તો ધાર ખાંડા તણી,
સમાજ એને તો નમાલો માનવાનો એવો છે જમાનો આજે.
કરી સાચાખોટાં નિયમોને નેવે મૂકીને સફળતા પામી જનારો,
લોકનજરે એ હોશિયાર ગણાવાનો એવો છે જમાનો આજે.
સ્વાર્થ સાધવામાં હોય શૂરો એ બીજાને છેતરી હરખવાનો,
દુનિયાની વાહવાહીમાં એ પૂજાવાનો એવો છે જમાનો આજે.
લોભ લાલચ આપીને હોય જે ભોળાંને હંમેશાં ઠગનારો,
પામે એ પૈસોને વળી એ માણવાનો એવો છે જમાનો આજે.
કહે " દીપક " છોને હોય ફૂલાતો હરખાતો મદમાતો કેવો!
પણ ઈશ્વરની નજરથી ઊતરવાનો એવો છે જમાનો આજે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.