આત્મ એક છે રે... હાજી એક ઓદર એક ખાણ...
બારી આવ્યા પછી ઊંચ નીચ ની, થઇ છે તાણા વાણ.... આત્મ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને ક્ષુદ્ર, વરણ બન્યા છે ચાર,
સાર જોતા તો સોનુ એક છે, ઘડ્યા ઘાટ અપાર... આત્મ..
જ્ઞાન દૃષ્ટિ એ જોવો તપાસી, એક જ પિંડ બ્રહ્માંડ,
સાર જોતા તો શેરડી એક છે, એના ગોળ, સાકાર ને ખાંડ... આત્મ
નવસે નવ્વાણું નદીયું ના જળ જૂજવા જૂજવા જાણ,
મહા સિંધુ માં જઈને મળ્યા ત્યાં, નીર પોહ્ચ્યા નિર્વાણ.... આત્મ
હાથી કેળા હાડકા હાથ માં, પેરે સુહાગણ નાર,
તોય રસોડે જઈને રસોઈ રાંધે, આ પાખંડ કેવું અપાર...આત્મ..
આચાર વાળા જ જશે અવગતે, ઈ મૂળ નો ગોતતા મર્મ,
કહે અખા એવા કર્મે ભૂલ્યા, કોઈક છૂટે કર્મ...
આત્મ એક છે રે... ભાઈ એક ઓદર એક ખાણ...
કવિ શ્રી અખા ભગત ???