જીંદગી મેળથી રાખતાં લાભ પાંચમ
સાદગી મેળથી ચાલતાં લાભ પાંચમ.
કામ થી નામ ને નામથી લાભ જાણી.
જ્ઞાનનાં મેળથી ભાળતાં લાભ પાંચમ.
હોય સુખને દુઃખે તોએ માણી રહેતાં
પ્રેમ નાં મેળથી જાણતાં લાભ પાંચમ.
કંકુનાં છાંટણાં.. સાથિયા પૂરતાં પણ..
સંકલ્પી મેળથી માનતાં લાભ પાંચમ.
જગ ભલાની થતી ભાવનાં હ્દયમાં ત્યાં..
સોબતી મેળથી માનતાં લાભ પાંચમ.
શુભ પછી લાભ આવ્યે બધું ઝળહળે ને.
રોશની મેળથી સાચતાં લાભ પાંચમ.
કોકિલા દોડતાં થાકતાં લોક તો પણ..
સરસ્વતી મેળથી લાવતાં લાભ પાંચમ..
કોકિલા રાજગોર