શીર્ષક:- નિયમ ટ્રાફિક નો..
લાગ્યો છે નિયમ ટ્રાફિક નો,
હવે તો હેલ્મેટ પહેરો,
જો હાકો છો ગાડી રસ્તા પર,
તો સીટ બેલ્ટ તો પેહરો,
આવશે કંકોત્રી ચલણની ઘેરે,
પછી કહેતા નહીં કે તે માથું ફેરે,
સેફ્ટી નો નિયમ પાલન કરવો સારો,
આમાં છે ઉંમર નો ઉત્તરોતર વધારો
નહીં ચાલતી ઉપર ઓળખાણ ક્યારેય,
કહે બધાં જ તમને વારે વારે,
નહીં મળે પછી મોક્ષ નો માળો,
હેલ્મેટ પહેરાવી દે એ જ સાચો સાળો..
નથી મળતું માથું પાછું,
અફસોસ રહીં જશે જીવન આખું,
પડશે પરિવાર નું જીવન ઝાંખુ,
જો ટૂંકાશે ઠોકર માં આખું..
કહે છે "અટલ" માન થી,
ન હાકો ગાડી બેફામ થી,
જો ચલાવશો ગાડી કાયદા થી,
જીવાશે જીવન ઘણા ફાયદાથી..
----અમિત વડગામા "અટલ"
જેટલા આપણે કાયદા માં રહેશું, એટલા ફાયદા માં રહેશું...
નિયમો આપણી માટે સેફટી માટે છે તો અચૂક પાલન કરીયે...