*આજે લાભપાંચમ છે* લેખ.. ૧-૧૧-૨૦૧૯
આજે લાભપાંચમ છે જેને જ્ઞાનપંચમી પણ કહેવાય છે.... આજથી ધંધા રોજગાર નું સારું મુહૂર્ત જોઈને કામગીરી ચાલું કરવામાં આવે છે અને પાંચ દિવસ ની રજાઓ પછી નવા જોમપૂર્વક ધંધા ને સફળ બનાવવા હરિફાઈ ના યુગમાં એક હરણ ફાળ ભરી દોટ મુકે છે.... અને જ્ઞાન નો અજવાસ જો માણસ પાસે ના હોય તો જીવનના અંધકારભર્યા એ પંથ કે વેપાર, ધંધામાં એકાદ ડગલું યે ન મુકી શકાય.. જ્ઞાન એ તો દીવો છે જે જીવનને ઝળહળતું કરી દે છે ... સાચી સમજણ આપે તેને જ્ઞાન કહેવાય.... જે જ્ઞાન થી જિંદગી સુધરી જાય અને પરિવાર અને સમાજ ને ઉપયોગી બને અને સંસ્કારોથી શણગારી દે એ જ સાચું જ્ઞાન કહેવાય.... આજે તો જ્ઞાન અને લાભ માટેની અડાબીડમાં લોકો આંધળી દોટમાં લોકો દોડી જાય છે અને પછી એ ચક્રવ્યૂહમાં ઉંડા ને ઉંડા ખાડામાં ઉતરતા જાય છે.... આજે તો લાભપાંચમ છે નવારોજગાર અને ધંધામાં ઉતરો ઉત્તર વધારો થાય એ માટે કમર કસવાના દિવસો શરૂ થાય.... વેપારી અને ગ્રાહક સાથે સુમેળભર્યા સંબંધો નો લાભ..... આમ આ જ લાભ આપણે ભક્તિ ના માર્ગ પર જવા આજથી શરૂ કરી દઈએ તો આવનારા નવું વર્ષ અનેક લાભ અને ફાયદા કારક બને. લાભ ખાલી રૂપિયા, ધનદોલત નો નહીં માણસાઈ નો લાભ વધારીએ.. લાભ ભાવનાઓ નો વધારીએ..... લાભ ભારતીય સંસ્કૃતિ નો વધારીએ... લાભ વધુ વૃક્ષો વાવવા નો વધારીએ... લાભ એકબીજાને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરીએ.... લાભ લઈ એ દુઃખ દૂર કરવાં મદદરૂપ બનીને.....
હેપી લાભપાંચમ....
ભાવના ભટ્ટ અમદાવાદ....