એકવાર એક જુવાન રેલ્વે સ્ટેશનથી ઘર તરફ જતો હતો . એણે જોયું કે એક ઘરડી સી બેભાન અવસ્થામાં પડી હતી . એ જવાન તો સેવામાં લાગી ગયો . ધોમધખતા તાપને કારણે સ્ત્રીએ ભાન ગુમાવ્યું હતું . સ્ત્રીના પગમાં ચંપલ નહોતા . યુવાનને થયું મારા દેશની આટલી ભૂંડી દશા . ? ધોમધખતા તાપમાં એક પગરખું પણ નહીં . યુવાને પોતાનાં ચંપલ માજીને આપી દીધાં . બીજા જ દિવસે સવારે એ યુવાન મોટો થેલો લઈને નીકળી પડ્યો અને ઘેર - ઘેર ફરી તમારા નકામાં , જૂનાં ફાટેલાં , તૂટેલો પગરખાં આપો એવી ટહેલ નાખતો ગયો . જુવાન સંસ્કારી હતો , વ્યવસ્થિત હતો . લોકોને નવાઈ લાગી . પણ જુવાને સેવા ચાલુ રાખી અને પગરખાંની પરબ શરૂ કરી . એ યુવાન એટલે "મોતીભાઈ અમીન" .
કપરો સમય આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે અને એ જ આપણને સાચા અને સહેલા માર્ગમાંથી કોઈ એક પસંદગી કરવાની તક આપે છે . પીડા અનુભવતા શીખો , કારણ કે આખરે આપણે જ તેને સહન કરવાની છે .
તો ચાલો એક નવું ભારત બનાવીએ
~વિશાલ ધડુક