Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉજવીએ લાભપંચમી સદવિચાર અપનાવીને.
ઉજવીએ લાભપંચમી સદાચાર જીવને લાવીને.

સ્નેહ, સત્ય, સહકાર સંપને સાનુકૂળતા સાધીને,
ઉજવીએ લાભપંચમી સંતોષ સદાય છલકાવીને.

આદર, અનુકૂલન, ઔદાર્ય,અહિંસાને આચરીને,
ઉજવીએ લાભપંચમી લોભ લાલચને ભૂલાવીને.

સંતોષ, શૌર્ય, સ્વાવલંબન,સુવિચારને સન્માનીને,
ઉજવીએ લાભપંચમી સંયમ જીવનમાં પ્રગટાવીને.

વિવેક,વાણી,વર્તન, વિહાર,વ્યવહારમાં વાવીને,
ઉજવીએ લાભપંચમી પ્રેમ પરસ્પર પ્રસરાવીને.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111280134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now