ક્યારેય કોઈ વ્યક્તિ ને જાણ્યા વગર તે કેવો છે એ નક્કી ના કરી શકાય.
કોઈ માણસ બહાર થી કઠોર હોય પણ એ અંદર થી નરમ પણ હોય શકે.
જ્યારે કોઈ માણસ બહાર થી મોજીલો હોય પણ એ અંદર થી દુઃખી પણ હોય શકે.
જે માણસ બહાર થી કઠોર હોય તે નાની નાની વાત માં ગુસ્સે થઇ જાય છે, પરંતુ તેને જ્યારે તેની ભુલ સમજાય ત્યારે તે એટલી જ સહજતાથી માફી પણ માંગી લે છે.
જે માણસ બહાર થી મોજીલો અને મસ્તીખોર હોય તે નાની નાની બાબતમા ઉદાસ થઈ જતો હોય છે પણ તે ક્યારેય સામેવાળા ને દેખાવા નથી દેતો.
આમ દરેક માણસ ની બે બાજુ હોય છે,તો ક્યારેય માણસને તેના એક તરફી વર્તન થી તે કેવો છે એ જાણી ન શકાય.
તો ક્યારેય માણસને તેના વર્તન પરથી જજ ન કરતાં. ક્યારેક તમારી માણસને ઓળખવાની શૈલી તેને અંદર થી તોડી શકે છે દોસ્તો.