Gujarati Quote in Microfiction by Khyati Lakhani

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 મમ્મી-પપ્પા આ સૌથી સારું વૃધ્ધાશ્રમ છે.અહી તમને કંઈ જ તકલીફ નહિ પડે. અક્ષયે ગાડી ઊભી રાખતા કહ્યું.. પુષ્પાબહેન અને સુરેશભાઈ આંખ માં આંસુ સાથે ખાલી હા જ બોલી શક્યા..ત્યાં જ નાનકડા અંશે જીદ કરતાં કહ્યુ,દાદુ- દાદી મારે અહી તમારી સાથે રહેવું છે.બંને કંઈ જ બોલે તે પહેલાં તરત જ અવની એ અંશ ને ખિજાઈ ને કહ્યું,ઘરે નાના નાની તારી રાહ જોવે છે અંશ..
 
વૃદ્ધાશ્રમમાં એક માણસ બહાર આવે છે, તેણે સુરેશભાઈ ને જોતા જ કહ્યું,જો હું ખોટો ન હોવ તો તમે સુરેશભાઈ મેહતા જ છો ને?હા, પણ તમે પપ્પા ને કઈ રીતે ઓળખો અક્ષયે પૂછ્યું..
 
વરસો પહેલાં જ્યારે હું પહેલીવાર મારા પપ્પા સાથે આ વૃધ્ધાશ્રમમાં આવ્યો ત્યારે મે બે વ્યક્તિને ખૂબ રડીને દીકરા વહુ ને કરગરતા જોયા હતાં અને તેમના પૌત્ર ને દાદા દાદી સાથે રેહવા માટે રડતાં જોયો હતો.એ દ્રશ્ય આ જ પરિવાર નું હતું,બસ ખાલી ચહેરા અલગ હતાં....

Gujarati Microfiction by Khyati Lakhani : 111279495
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now