કાર્તિક શુક્લ પક્ષ બીજ એટલે ભાઈ બીજ.
ભગવાન સૂર્ય નારાયણ અને તેની પત્ની છાયા ને બે સંતાનો હતા.પુત્ર યમરાજ અને પુત્રી યમુના.
યમુનાજી તેના ભાઈ ને વારંવાર પોતાની ઘરે જમવા આમંત્રણ આપતા.પરંતુ, યમરાજ પોતાના કામ ના કારણે ત્યાં જઈ ના શકતા.એક દિવસ કાર્તિક શુક્લ પક્ષ બીજ ના દિવસે યમુનાજી એ યમરાજ ને જમવા આમંત્રણ આપ્યું.આ વખતે યમરાજ ના ન પાડી શક્યા.બહેન નો ભાઈ પ્રત્યે પ્રેમ જોઈ યમરાજ એ નરક માં નિવાસ કરતા જીવોને મુક્ત કરી દીધા.અને બહેનની ઘરે જમવા ગયા.
યમુનાજી એ યમરાજ ની ભાવભેર આગતાસ્વાગતા કરી સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું.આ વાતથી ખુશ થઈ યમરાજે યમુનાજી ને વરદાન માંગવા કહ્યું.યમુનાજી એ યમરાજ ને કહ્યું કે આ દિવસે તમારે પ્રતિ વર્ષ મારી ઘરે જમવા આવવાનું.આ દિવસે જે ભાઈ તેની બહેનની ઘરે જમશે તેને તમારો ભય નહીં રહે.
યમરાજ યમુનાજી ને વચન અને ભેટ આપી વિદાય લે છે. આમ આ દિવસ થી ભાઈ બીજ ની પરંપરા ચાલુ થઈ.
માતૃભારતી ના બધા મિત્રો ને ભાઈ બીજ ની હાર્દિક શુભકામનાઓ.
રાધે ક્રિષ્ના