આ ઘવાયેલા ઉરની શી સારવાર કરું?
કે પછી બીજો કોઈ નવલો વિચાર કરું?
છંદના બંધને નથી જોતરાયો હું કદીએ,
શીદને પ્રેરણાનો બીબાંઢાળ આકાર કરું?
છું હું તો નિજાનંદી મને બંધન ના ગમે,
શાને વહેતી કવિતાને છંદનો હું ભાર કરું?
રહ્યો હું તો મુક્ત ગગનનો વિહારી સદાએ,
શાને કરી કાપકૂટ છંદનો હું આધાર કરું?
નથી પરવા મને કોઈ વખાણે કે વખોડે કદી,
ઉર ઉદગારને શાને હું માપનાં સિંગાર કરું?
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.