Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટૂંકી વાર્તા.
ખાલીપો...
એકાંત મા બેઠું બેઠું આ દિલ વિચારી રહ્યું કે આટલી બધી વસતિ હોવા છતા કેમ એકલું છે,
મનના આ ખાલીપાને ભરવા શુ કરૂ?આ પ્રશ્ન ના ઉત્તર મા જીવન ના બધા પાના ઉથલાવા માંડ્યા પણ..અધૂરી જિંદગી ના પાના પૂર્ણ થશે કે કેમ એ મોટો પ્રશ્ન શ્રી ના દિલે મનને પૂછ્યું .ને ઉત્તર મળ્યો ખાલીપો ભરવા ફક્ત સાથ છે તમારા વિરહ નો જે આગલી પાછલી યાદો સાથે વિટળાયેલી હોય છે..
એ યાદોનું પાનું એટલે જ મિત્રો સાથે વિતાવેલા સુંદર દિવસો.નદી કિનારે ફરતા ફરતા ગાયેલા ગીતો..ને એ વાયદા એ મિત્રો
ની સાથે ની વડવાઈ પકડીને ઝૂલે ઝૂલેલા
ઝૂલા ને ,અમરાઈ પરની ગિલોલ થી પાડેલી
કાચી કેરી...ને ધોયા વગરજ બટકું ભરીને
માણેલી તેની ખટાશ ને અંબાયોલા દાંત પર
ગોટલી ઘસી ને આણેલી સફેદાઈ,ગોરાસામલી
ને ખાધા પછી કાળા બિયાને કથ્થઈ રંગમાં ફેરવાયેલા જોઈ ને આવતો આનંદ ...
ધીરે ધીરે બાળપણની વિદાય ને જુવાન થતુ મન ને હૃદય મિત્રતામાં આવેલો બદલાવ
પ્રેમ શબ્દની ઓળખાણ જિંદગી ને બદલી જ
ઝંપ્યો.પરીની દુનિયામાંથી..ધરા ના આ અઢી
અક્ષરે તો તોફાન જ મચાવી દીધું.એ વડની વડવાઈ હવે વડની છાયા પ્રેમ પત્રની -સાક્ષીદાર બની ગઈ ને અમરાઈ ની કેરી મીઠો
રસ બનવાની તૈયારી મા .ગાલની લાલી યૌવનની છાપ છોડી ને જીવનના બાળપણનો “ખાલીપો”પુરી રહી હતી.
અચાનક ઘરતી પર પડતા વરસાદ ને કારણે ઘરા નવું રૂપ ધારણ કરે તેમ જુવાની
પછી ગૃહિણી રૂપે તો અનેક રૂપ બદલાયા ને
પત્ની , ભાભી,મામી ને કાકી વગેરે વગેરે...તે
રૂપ મા નવો અવતાર “મા”નો મળ્યો ને રહ્યો
સહ્યો “ખાલીપો” ભરાઈને સંતોષ રૂપી જીવન
સરૂ થયું...પ્રૌઢત્વ ના આવકારા સાથે ફરી
બાળકો એમના જીવન મા રચ્યા પચ્યા ને
ફરી એજ ઘટમાળ ...પ્રવૃત્ત હોવા છતા પણ
નિવૃત્ત હોવાના ભાવ ,મન તો પાછું...એજ


“ખાલીપો “અનુભવવા લાગ્યું ને ત્યારે
સમજાયું કે કોઈનો વિરહ મન ને મન મા હોવો
એ જ “ખાલીપો” છે.
કયા જિંદગી ના ફેરા એક ભવમાં અનેક રૂપને અર્પી ને અંતે તો ફરી ભેટરૂપી શ્રીને
મળ્યો “ખાલિપો “. વિરહ માં મળતી એક
ઉમદા ભેટ.વિરહ ને કારણે મળતી ભેટ..
યાદો થી પણ ન ભરાતી ભેટ...ભીંતો પર પડઘો બની અથડાઈને પાછો વળતો ..
પડશાદ બની જતો “ખાલિપો”.।।।
જયશ્રી પટેલ
૧૯/૧૧

Gujarati Story by Jayshree Patel : 111275766
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now