ખામોશ દ્રષ્ટિમાં, ખોડાઈ ને,
અંતર્મુખ થઈને, રહેવાય ના;
રંગતરંગ શબ્દવેધી બાણો એ,
નૈનો થી કદાચ, છૂટી જાય ના;
ભાવ માં ડૂબી કશ્તિ, મઝધારે,
સાહિલ વાટલડી , જોવાય ના;
અમૂલ્ય ભેટ, સાંપડી અહીં જે,
બાજી હાથની,હારી જવાય ના;
આનંદ અધુરી યાત્રા છે જીવ ની,
કાળ કરામતે, ક્યાંક અટવાય ના;