જીવનના સર્વોત્તમ શિક્ષક કયા?
તમારી વાત તમારી પાસે રહેવા દો પહેલાં મને સાંભળો...?
૧) હાર્ટ બ્રેક એટલે કે દિલનું તૂટવું
૨) ખાલી ખિસ્સું
૩) failures એટલે કે હારી જવું.
જ્યારે દિલ તૂટે છે... બહુ પીડા થાય, કોઈને કહી પણ ના શકો અને સતત અંદરથી તૂટતાં જાઓ...પણ એ તૂટવાથી તમે નાસીપાસ થવાને બદલે જો જીવવાનું શીખી જશો તો એ દુઃખ જ તમારી તાકાત બની રહેશે. કેટલાય મસ્ત શાયર આ દુનિયાને મળ્યા એ તૂટેલા દિલની જ ભેંટ છે! હકીકતે લાગણીશીલ માણસોનું જ દિલ તૂટે છે, પ્રેકતિકલ માણસોનું નહિ, એ દિલ પર લાગેલી ચોટ કોઈ કોઈ અનુભવી શકે છે અને હું પણ એમાંની જ એક છું જેને તમે મારી કમજોરી ગણો કે તાકાત..! સાવ નાની અમથી વાત મારા મન પર જબ્બર અસર કરી જઈ શકે અને હું એની ઉપર નવલકથા લખી નાખું ..!
ખાલી ખિસ્સું મારે ક્યારેય નથી રહ્યું.... ભગવાનની મહેરબાની છે એટલે એ વિષે તમે કહી શકો છો!! કેવી રીતે ખાલી ખિસ્સું તમારું શિક્ષક બન્યું? ??
ત્રીજું અને છેલ્લું, નાપાસ થવુ એટલે નાસીપાસ થવું એવું બિલકુલ નથી! તમે જે રસ્તે જઈ રહ્યા હતા એ તમારે યોગ્ય નથી, બીજો કોઈ રસ્તો/ ઉપાય અજમાવો...બસ આટલું જ એ કહે છે!
આજ સાંજનું દિવ્ય જ્ઞાન અહીં સમાપ્ત...કાલે ફરી આવીશ ? ત્યાં સુધી નિયતીના જય શ્રીકૃષ્ણ ?