આ સવાર સાવ સૂકી હોય છે, તું આવ પાછો,
જીવનમાં તાજગી નથી બેરૂખી હોય છે, તું આવ પાછો;
સેંકડો સંબંધો વચ્ચે એકલી ઝઝૂમી શકું છું
એક તારું નામ આવે ત્યાં આંખો ઝુકી હોય છે, તું આવ પાછો!!!
સાંજ તારી સાથે કેટલીયે ટહુકી હોય છે,તું આવ પાછો,
રાત આપણી કાયમ ચાંદ સાથે જ ઊગી હોય છે,તું આવ પાછો;
તને ય મારા ન હોવાનો રંજ થતો તો હશે ક્યારેક
ચહેરો હસે પણ તારી આંખો હવે કાયમ સૂકી હોય છે,કહે તો ખરો બોલાવ પાછો!!!