#કવિતા
કોઈક ને ચાહવું,
ભરપૂર ચાહવું,
છતાં ચૂપ રહેવું,
શક્ય છે?
એ જ અહેસાસ,
એનો જ સદા સાથ,
છતાં રહેવાનું દૂર,
શક્ય છે?
મારી કલ્પનાની પાંખ,
દિલનો અવાજ એ,
તોય રહે ગુમસુમ,
શક્ય છે?
એક દિલના જ નહીં,
એક આત્માના બે ટુકડા,
અડધો જ અહીં,
શક્ય છે?
તને ચાહવું પણ,
પામવું નહિ એવું કેમ,
શરત વગરનો સંબંધ,
શક્ય છે?
- નિયતી કાપડિયા.