નદી જ્યારે સાગરને મળતી હશે ત્યારે ખારો દરિયો થોડોક મીઠો થતો હશે? વાદળ જ્યારે પર્વતને સ્પર્શતું હશે ત્યારે પથ્થર થોડોક કૂણો પડતો હશે? પતંગિયું જ્યારે ફૂલ પર બેસતું હશે ત્યારે પાંખડી થોડીક વધુ જીવતી થઈ જતી હશે? વરસાદનો પહેલો છાંટો પડે ત્યારે ધરતીની ધડકન થોડીક વધુ તેજ થતી હશે? કંઈક તો થતું હશે, નહીંતર તું મને યાદ આવે અને મારી આંખમાં ચમક આવી જાય છે.. તારો અવાજ સાંભળું ત્યારે રોમેરોમમાં સંગીત ઊઠે છે..
શું તને પણ એવું જ થાય છે??♥️