Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વિધુરની વ્યથા

અરે ઑ શૂન્યના સર્જક,
શાને મને સરજી
અવની ભારે કીધી

અર્પિ દેહ મનુષ્યનો
નવાઇ કાંઇ ન કીધી
ન સત્કર્મ કોઇ કીધા
પામી એક દેહ માનવનો

આવી વસ્યું આંખોમાં,
જીવનમાં પ્રેમનું પુષ્પ ખીલ્યું
જીવન મારૂ મહેકી ઉઠ્યું
લાવી જીવનમાં રંગ નવો

મધ દરિયે ડુબી નાવ
થયો મરણતોલ ઘા એવો
જીવન મુશ્કેલ કરતો ગયો

લોક કહે છે,જીવો છો શું કામ?
સગા કહો છે મરતા કેમ નથી?
જીવવાની નથી કોઇ મરજી,
મરવાને નથી કોઇ ઉતાવળ


સારૂ જીવન રડતો રહ્યો,
બોલો છે તેની દવા કોઇ ?
પ્યારના પ્યાલા પીને ગુમાવ્યો,
મેં જીંદગીનો ગમ (શોક)

મે તો મંઝિલ શોધી ‘તી
પણ કિસ્મત મારી રૂઠી થી
રાહ સદાનો ચુકી ગયો,ઉફ (અપસોસ)
ઠેસ વાગી દિલ તુટી ગયું

હવે તો તારા દુ:ખે ભર્યું છે દિલ
તેનાથી જીવન જીવતા શીખી લીધું
ઉમાકાંત વિ.મહેતા.(ન્યુ જર્સી)

Gujarati Poem by Umakant : 111268246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now