એક મારી મમ્મી જ છે જે મુસીબતમાં પોતાના પાલવ ની નીચે મને સંતાડે છે,
બાકી લોકો તો મુસીબતમાં મારા માટે કફન લઈને ઊભા જ હોય છે,
કે ક્યારે તૂટે ને એ કફન માં લપેટી એ લોકો મારી કબર બનાવે.
મમ્મી નો એ પાલવ ના હોત,
તો કદાચ લોકો એ કેટલી એ કબર માં મારા ટુકડા કરી મને વહેંચી હોત.
-નૂપુર છાયા ઓઝા
(Date : 09/10/2019)